(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
સંસદમાં પસાર કરવામાં આવેલા નાગરીક સુધારા કાયદાને ગેરબંધારણીય ગણાવી જમીયતે ઉલ્માએ હિંદ દ્વારા તેને વખોડી કાઢી બિલનો વ્યાપક વિરોધ કરી રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર જમીયતે ઉલ્માએ હિંદ વડોદરા દ્વારા પ્રદેશ સેક્રેટરી મુફતી મોહંમદ ઇમરાન તથા સ્થાનિક જમીયતે ઉલ્માના કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મુસ્લિમ કાર્યકરોએ બિલને જિલ્લાનાં કલેકટરને દેશનાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આજે સુપ્રત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આ સુધારા કાયદા ગેરબંધારણ ગણાવી વખોડી કાઢવામાં આવ્યું હતું.