(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૨
વડોદરાના બીઝનેસ ગુ્રપ કે-૧૦ પર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે.લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવતા વડોદરાના બીઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરોડામાં અમદાવાદના ૨૦૦ જેટલા ઈન્કમટેક્સ કર્મચારીઓ અને અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને કે-૧૦ ગુ્રપના માલિક કેતન શાહ અને તેમના ૬ ભાગીદારોની ઓફિસો સહીત વિવિધ ૨૦ સ્થળોએ આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૃ કર્યુ હતું.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના જાણીતા કે-૧૦ ગૃપના કેતન શાહ અને તેમના ભાગીદારોની નટુભાઇ સર્કલ પાસે આવેલી હોટલ, પાયલ કોમ્પ્લેક્ષ ખાતે આવેલી શેર બજારની ઓફિસ,સારાભાઇ એસ્ટેટમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, કન્સ્ટ્રક્શન સાઇટ, અને શેર બજારની ઓફિસ, ભાગીદારોની ઓફિસો અને નિવાસ સ્થાનો ઉપર આજે સવારથી આવક વેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા. કે-૧૦ બિલ્ડર જૂથ દ્વારા ભાગીદારો અને કર્મચારીઓ ના નામે કરેલા રોકાણ અંગે પણ આયકર વિભાગે તપાસ હાથ ધરી હતી . આજવા રોડ જનકલ્યાણ સોસાયટીમાં કે-૧૦ ગ્રુપ ના એક કર્મચારી ના ઘરે પણ આયકર વિભાગ ની ટીમ પહોચી છે . કે-૧૦ જૂથ ના મુખ્ય બિલ્ડર કેતન શાહ દ્વારા વડોદરા ના અન્ય કેટલાક બિલ્ડરો સાથે ભાગીદારીમાં પ્રોજક્ટ ચાલી રહૃાા હોય બિલ્ડર જુથમાં ગભરાટ ફેલાય ગયો છે. જયારે ૨૦ જેટલા સ્થળો એ સમુખ તપાસમાં આયકર વિભાગ દ્વારા વાંધાજનક દસ્તાવેજો ગુપ્ત રોકાણ અને ગેરકાયદે નાણા વ્યવહારો ની તપાસ શરુ કરી છે. ૨૦ જેટલા સ્થળોએ આજે વહેલી સવારથી ૨૦૦ જેટલા અધિકારીઓ ૫૦ જેટલા વાહનોમાં આવક વેરા વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. દરેક સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરિણામે જે સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી હતી. આયકર વિભાગની ટીમોએ હિસાબના ચોપડા, કોમ્પ્યુટરોની હાર્ડડિસ્ક તેમજ નોંધવામા આવતી ડાયરી કબજે કરી તપાસ હાથ ધરી છે. તેમજ આ ગ્રુપનાં વિવિધ બેંકોમા આવેલા લોકરો અને બેંક ખાતાઓની પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સર્ચ દરમિયાન કરોડોનું કાળુ નાણું બહાર આવે તેવું લાગી રહ્યું છે.
વડોદરાના બિઝનેસ ગ્રુપ કે.૧૦ પર આઈટીના દરોડા કરોડોનું કાળંુ નાણું પકડાય તેવી શક્યતા

Recent Comments