(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૮,
વડોદરા શહેર તેમજ જીલ્લાની મળી છ વિધાનસભા બેઠકના શુક્રવારનાં રોજ ઉમેદવાર નક્કી થતાની સાથે જ અસંતુષ્ઠો ના જૂથ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં શહેરની શહેર-વાડી વિધાનસભામાં મનીષાબેન વકીલ સામે પણ સ્થાનિક વિસ્તારોમાં વિરોધના પોસ્ટર લાગવા પામ્યા છે. વડોદરા શહેર વિધાનસભા બેઠક પર ગત્ ચુંટણી વખતે ચુંટાયેલા મનિષાબેન વકીલ શિક્ષિકા છે. અને તેમણે પાંચ વર્ષની કારકિર્દીમાં તાજેતરમાં કરોડો નો બંગલો ખરીદવા અને ભ્રષ્ટાચાર ના આરોપ તેમની સામે ભાજપનાં જ કેટલાક કાર્યકરોએ કર્યા હોવા છતાંય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મનીષાબેન વકીલ ના નામની જાહેરાત કરતા તેઓની સાથે જ ઉમેદવારી ની દાવેદારી કરતા જૂથ ની છાવણી માં સન્નાટો છવાયો છે. બીજી તરફ ઠેર ઠેર નાના મોટા વિરોધ પ્રદર્શન પણ થઇ રહૃાા છે. શુક્રવારે કારેલીબાગ સવાદ કવાટર્સ માં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે વિધાનસભાના કેટલાક વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલ ના વિરોધમાં પોસ્ટર પણ લાગવા પામ્યા છે. જેને લઈને રાજકારણ માં ભારે ગરમાવો આવ્યો છે. એક તરફ કોંગ્રેસ ની ઉમેદવારી જાહેર થઈ નથી ત્યાંતો ભાજપના જ વિરોધી જૂથે પાછલા બારણે ભાજપના ઉમેદવાર સામે દેખાવો કરાવવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહૃાું છે. જ્યારે સમગ્ર શહેરમાં આવા પોસ્ટર ચર્ચા નું કેન્દ્ર બન્યા છે.
વડોદરા શહેર વાડી વિધાનસભાના ઉમેદવાર મનીષા વકીલ સામે ઉગ્ર વિરોધ ભાજપના કાર્યકારોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકી વિરોધના પોષ્ટરો લગાડ્યા

Recent Comments