(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
જનતા ઉપર જીએસટીનાં અસહ્ય માર વચ્ચે શહેર પોલીસ દ્વિચક્રી વાહન ચાલકોને ઈ ચલણ મોકલી પડતાને પાટુ મારતી હોય તેવું વર્તન કરતી હોવાથી કાળઝાળ મોંઘવારી વચ્ચે પીસાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનાજથી માંડીને શાકભાજી સહિતની જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓતેમજ પેટ્રોલ ડિઝલનાં અસહ્ય ભાવ વધારાના ભાવથી બેવડ વળી ગયેલી જનતા બુરા હાલ વચ્ચે દહાડા પસાર કરી રહી છે. જનપ્રતિનિધિઓએ ઈ ચલણનીજાહેરમાં હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
શહેર પોલીસ કમિશ્નર દ્વારા ગરીબઅને મધ્યમ વર્ગનાં દ્વિચક્રીય વાહન ચાલકોને આડેધડ ઈ ચલણ અને રાજમાર્ગોનાચાર રસ્તે ટ્રાફીક પોલીસ દ્વારા મેમો આપી સ્થળ ઉપર દંડ વસુલ કરવાની કામગીરી દ્વારા જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવે છે. શહેર કોંગ્રેસે આડેધડ થતી આ પ્રકારની કાર્યવાહીનો સખત વિરોધ માટે આજે શહીદભગતસિંહ ચોક (લાલકોર્ટ સામે)માં મોટી સંખ્યામાં વકીલો, લોક પ્રતિનિધિઓ, વેપારીઓ ભેગા થયા હતાં. બધાએ ભેગા થઈ ઈચલણની જાહેરમાં હોળી કરી હતી. પોલીસ રૂપિયા ૧૦૦ થી માંડી રૂપિયા ૩૦૦નાં ઈચલણ બનાવી મોકલી આપે છે. અસહ્ય મોંઘવારીથી ત્રાસેલી જનતા માથે વધારાનો આર્થિક ભાર પોલીસ નાંખી રહી છે. ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસના જવાનોને ઉપરી અધિકારીઓ દ્વારા રોજેરોજ ટાર્ગેટ આપવામાં આવે છે. જનતા પાસેથી આટલી રકમ તો વસુલ કરી સાંજે ઓફિસમાં આવવું. જો તેમાં ઘટ પડે તો ઉપરી અધિકારી ટ્રાફીક જવાનને ખખડાવી નાંખે એટલે બીજે દિવસે એ ટ્રાફીક જવાન બમણાજોરીથી પૈસાની વસુલાત કરે. આવી રીતે જનતા આર્થિક બોજ લઈ દિવસ માંડ પુરો કરેત્યાં રૂપિયા ૨૦૦નું ઈ ચલણ લઈ જે તે પોલીસમથકનો કોન્સ્ટેબલ દ્વારે ટકોરા મારે. પોલીસ કમિશ્નરસામે શહેરમાંથી ચુંટાયેલા પાંચ ધારાસભ્યો અને એક સંસદસભ્ય હરફ ઉચ્ચારતા નથી.