(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
મધ્ય ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ, પેટલાદ, આણંદ થઈ વડોદરા ખાતે રાત્રીના પહોંચી સયાજીનગર ગૃહ ખાતે વેપારીઓ, વકીલો, તબીબો, ઉદ્યોગકારો સાથે નોટબંધી અને જીએસટી પછીની સમસ્યાઓ બાબતે વિચાર વિમર્શ કર્યો હતો. આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી મધ્યગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા રાહુલ ગાંધી અમદાવાદ, પેટલાદ, આણંદ થઈ રાત્રીના વડોદરા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની તથા કોંગ્રેસના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સયાજીનગર ગૃહ ખાતે એક સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ઉપસ્થિત બુદ્ધિજીવીઓ, વેપારીઓ, તબીબો, વકીલો, ઉદ્યોગકારો સાથે તેઓની સમસ્યાઓ ખાસ કરીને નોટબંધી અને જીએસટી પછીની સમસ્યા અને લોકોને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર વિમર્શ કર્યો હતો. વધતી જતી મોંઘવારીથી લોકોની મુશ્કેલી વધી રહી હોવાનું જણાવી રાહુલ ગાંધીએ ભાવ વધારાની જડ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવો હોવાનું જણાવી તેઓએ પેટ્રોલ-ડીઝલને પણ જીએસટીમાં લાવવાનું જણાવ્યું હતું. સંવાદ કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
વડોદરામાં રાહુલ ગાંધીનો વકીલો, તબીબો, ઉદ્યોગકારો સાથે વિચાર-વિમર્શ

Recent Comments