(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.ર૦
મધ્ધ્‌પ્રદેશથી બાંટવા સોરાષ્ટ્ર જતી એસ.ટી. બસને બાવળા નજીક સાણંદ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એક બાળકી અને એક બાળકનું મોત નિપજ્યું હતું અને ૩૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશથી બાંટવા સોરાષ્ટ્ર જતી બસ બાવળા નજીક સાણંદ ચોકડી પરથી પસાર થતી હતી. ત્યારે ટ્રક સાથે બસ અથડાતાં બસ પલ્ટી મારી ગટરના ગંદા પાણી ભરેલા ખાડામાં ગરકાવ થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ૪૮ મુસાફરો પૈકી વિકાસ માલભાઈ (ઉ.વ.પ) અને પ્રિયાબેન રામલાલ મેડા (ઉ.વ.૧૩) નું મોત નિપજ્યું હતું અને ૩૦થી વધુ મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતા બાવળા પોલીસ ઈન્સ, ધોળકા, સી.પી.આઈ, ડી.વાય, એસ.પી.વાઘેલા, ટ્રાફિક સ્ટાફ, જી.આર.ડી.સી સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોને ૧૦૮ મારફ્ત તાત્કાલિક બાવળા સરકારી હોસ્પિટલમાં અને વધુ ઈજાગ્રસ્તને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા બસને ખાડામાંથી બહાર કાઢી મુસાફરોને તેમનો સામાન સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને મૃતદેહને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન મોકલી આપવાની જવાબદારી એસ.ટી.ના અધિકારીઓએ લીધી હતી અને મરણજનાર બંને બાળકોના વાલીવારસાને બાવળા એસ.ટી. ડેપોનો મેનેજર કિષ્નાબેન તથા વિભાગીય પરિવહન અધિકારી કે.એસ.ગાંધી તથા ડી.એમ. ઈ. એસ.કે કલોબાએ રોકડ સહાય આપી તમામ ઈજાગ્રસ્તોને તેમના વતન પરત જવા એસ.ટી. બસની વ્યવસ્થા કરી આપી હતી.