(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૧૧
અમદાવાદ આર.આર. સેલની ટીમ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં નીકળનાર રેલી ના બંદોબસ્ત ને ધ્યાને લઈ કામગીરી માં હોઈ તે દરમ્યાન પો.કો મહેન્દ્ર સિહ સોલંકી ને સચોટ બાતમી મળેલ કે સાણંદ થી બાવળા જવા ના માર્ગ પર આવેલ ખીચા ગામ ના પાટીયા થી ખીચા ગામ જવા ના માર્ગ પર આવેલ પાવર સ્ટેશન નજીક વિદેશી દારુ ભરેલ મીની ટ્રક ટાટા ૪૦૭ ઉભી છે .આર.આર.સેલ ની ટીમ ઘટના પર દોડી જઇ તપાસ કરતાં ટાટા ની ટ્રક માં સ્પેશ્યલ પતરા ના ખાના ની આડ માં થીર્૬ર્ નંગ વિલાયતી દારુ ની રોયલ સ્ટાઈલ વ્હીસ્કી ની કાચ ની બોટલો સીલબંધ હાલત માં ભરેલ મળી આવેલ હતી જે માં ચાર આરોપી અરવલી જીલ્લા ના ભીલોડા ના ભાણમેર નો રહેવાસી અંકિત હર્ષદ ભાઈ બરડા ઉ.વ. ૨૨, રાજસ્થાન ના ઉદેપુર જીલ્લા ના ખેરવાડાના કાકરપરા મીણા પારસ બંસતીલાલ ઉ.વ.૨૪, નડીયાદ ના પટેલવાસ માં રહેતો ન નિલેશ કાભઈ ભાઈ ઉ.વ. ૨૦ તથા સાણંદ તા .ના કોદાળીયા ગામ ના પટેલ વાસ માં રહેતો કોળી પટેલ રણછોડ બળદેવ ભાઇ ઉ.વ. ૩૦ ને ટ્રક સાથે પકડી લઈ આજ ગુના માં ફરાર કિશોર સિહ સીસોદીયા રાજસ્થાન કુકાવાસ, સતાર મનસુરી જે હડાત ગામ તા.અંબાજી , સતાર સુભાન ભાઇ મુસલા આણંદ ના સામરખા ગામ નો વતની ને પકડી પાડવા ચકો ગતિમાન કર્યા છે.જ્યારે ધરપકડ કરાયેલ આરોપી પાસે થી ર,ર્૪ર્,ર્ર્ નો વિલાયતી દારુ, ૧,૭પર્,ર્ર્ ની ટ્રક, ૨૦૦૦ ના ત્રણ મોબાઈલ મળી ૪,૧૭,૦૦૦ નો મુદામાલ કબ્જે લઇ આઈ પી સી ની દારૂબંધી ની કલમો ઉમેરી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે . આમ ઉપરા ઉપરી બાતમી ઓ ના આધારે આર.આર.સેલ ત્રાટકતા અમદાવાદ જીલ્લા ગ્રામ્ય પોલીસ માં ખળભળાટ મચી જવા પામ્યો છે,