(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.ર૯
બાવળાના રૂપાલ ગામના રહીશ ઈરફાનભાઈ મહંમદભાઈ વ્હોરાએ બાવળા પોલીસ મથકમાં એવી ફરિયાદ લખાવી છે કે, ગત તા.ર૮/૧૧/ર૦૧૭ના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે મારો દીકરો સમીર તેનો મોબાઈલ રિપેરીંગ માટે અમારા ગામ રૂપાલથી બાવળા ખાતે ગયેલો અને સાંજના આશરે સવા સાત વાગ્યાના સુમારે મારા ફોન ઉપર અમારા ગામના જાવેદભાઈ અમનભાઈ વ્હોરાનો ફોન આવેલ અને મને જણાવેલ કે તમારા દીકરા સમીર અને સાલીક ઈકબાલભાઈ વ્હોરા તનવીરભાઈ નિઝામભાઈના મો.સા. ઉપર બાવળાથી રૂપાલ ખાતે આવતા હતા તે વખતે બાવળા ઢેઢાળ ચોકડી પાસે એક ટ્રક ચાલકે તેમને ટક્કર મારી પાડી દીધેલ છે. તેઓને હું સારવાર માટે ૧૦૮માં બાવળા તિરૂપતિ હોસ્પિટલમાં લઈ જાવ છું તેવી વાત કરતા હું તાત્કાલિક બાવળા તિરૂપતિ હોસ્પિટલ ખાતે ગયેલ. ત્યાં સાલીકભાઈના પિતા ઈકબાલભાઈ તથા તનવીરભાઈના પિતા નિઝામભાઈ પણ આવી ગયેલા. ડોક્ટરએ તપાસ કરતા મારા દીકરા સમીરને મરણ જાહેર કરેલ અને સાલીક તથા તનવીરભાઈને વધારે સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાનું કહેતા તેમને સાજિદભાઈ ગુલામભાઈ વ્હોરા અને સિરાજભાઈ આદમભાઈ વ્હોરા તથા સમીરભાઈ ગુલામભાઈ વ્હોરા લઈ ગયેલા. આ બનાવ બાબતે મેં જાવેદભાઈ અમનભાઈ વ્હોરાને પૂછતા તેમને મને જણાવેલ કે બાવળા ઢેઢાળ ચોકડી પાસે મારે મોટરસાયકલનું ગેરેજ આવેલ હોય જે ગેરેજની સામે હાઈવે રોડ ઉપર આ તનવીરભાઈ મોટરસાયકલ ચલાવતા હતા અને તેમની પાછળ સાલીક તથા સમીર બેઠેલ હોય જેઓના મોટરસાયકલને હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલકે ટક્કર મારી પાડી દીધેલ અને તેઓ ત્રણેય મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયેલા. જેથી હું તાત્કાલિક ત્યાં ગયેલ અને આ ટ્રક હાઈવે રોડ ઉપર થોડી ધીમી પાડેલ તો મેં તેનો નંબર જોયેલ તો તે ટ્રકનો નંબર જીજે ૦૧ એક્સ ૬૯૧૯નો હતો અને આ ટ્રક ચાલક ત્યારબાદ બગોદરા તરફ જતો રહેલ અને મેં મોટરસાયકલનો નંબર જોયેલ તો જીજે ૦૧ પીએસ પ૭૧રનો હતો કોઈએ ૧૦૮માં ફોન કરતા ૧૦૮ આવી જતા તેમાં સમીરભાઈ તથા તનવીરભાઈને ૧૦૮માં બાવળા તિરૂપતિ હોસ્પિટલમાં લઈ ગયેલા અને પ્રાઈવેટ વાહનમાં સાલીકભાઈને લઈ ગયેલાની વાત મને કરતા બનાવ બાબતે મને જાણવા મળેલ અને ત્યારબાદ મારા દીકરા સમીરભાઈની લાશને અમો પીએમ કરવા માટે બાવળા દવાખાને લઈ ગયેલ. સાલીકભાઈ તથા તનવીરભાઈને અમદાવાદ દવાખાને લઈ જતા હતા. રસ્તામાં આ સાલીકભાઈ પણ મરણ જતા તેમની લાશ પરત બાવળા સરકારી દવાખાને લાવેલા અને તનવીરભાઈને અમદાવાદ કર્ણાવતી હોસ્પિટલમાાં લઈ જઈ દાખલ કરેલ છે. તનવીરભાઈને મોઢાના ભાગે ફ્રેક્ચર થયેલ છે અને શરીરે નાની-મોટી ઈજાઓ થયેલ છે.