(એજન્સી) તા.૬
એક નવી રિસર્ચ મુજબ શિનજિયાંગ પ્રાંતમાં ચીન સતત મુસ્લિમ બાળકોને તેમના પરિવારો, ધાર્મિક વિશ્વાસો અને ભાષાથી અલગ કરી રહ્યું છે. ચીને એકસાથે અનેક હજારો બાળકોને મોટા કેમ્પસમાં બંધ કરી રાખ્યા છે અને આ વિસ્તારોમાં ઝડપથી પુનઃશિક્ષણ સ્કૂલ બનાવવાનું કામ કરી રહ્યું છે.
સામાન્ય રીતે ઉપલબ્ધ ડોક્યૂમેન્ટ અને બીજા દેશોમાં શરણ માટે અનેક પરિવારો સાથે કરાયેલા ઈન્ટરવ્યૂ મુજબ બીબીસીએ એવા અનેક ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે જે મુજબ ચીનના શિનજિયાંગ પ્રાંતના બાળકો સાથે થતી બળજબરી સામે આવી છે.
બીબીસી માટે લખેલા રિપોર્ટર જોન સેડવર્થના અહેવાલ અનુસાર એકત્રિત કરાયેલી માહિતી અનુસાર એક જ કસબામાં ૪૦૦થી વધુ બાળકોએ કોઈને કોઈ રીતે કસ્ટડીમાં લેવાને લીધે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા છે. આ બાળકો વર્તમાનમાં કાં તો બોર્ડિંગ તરીકે ઓળખાતી સ્કૂલોમાં છે કાં પછી જેલોમાં.
ખરેખર ચીન આ બાળકોને બાળપણથી જ પોતાના મૂળથી અલગ કરવા માટે વ્યવસ્થિત કાર્યક્રમ ચલાવી રહ્યું છે. તેના પર રિપોર્ટ આપનારા પત્રકારે જણાવ્યું કે ચીને આ વિસ્તારમાં કામ કરનારા વિદેશી પત્રકારો પર નજર રાખવામાં આવે છે અને તેમનો પીછો પણ કરવામાં આવે છે. એવામાં સ્થાનિકો સાથે વાતચીત કરવી મુશ્કેલ હોય છે. એવામાં તેમણે તુર્કીમાં રહેતા એવા બાળકોના પરિજનો સાથે વાતચીત કરી હતી.
૫૪ અલગ અલગ ઈન્ટરવ્યૂમાં પરિજનોએ આ પ્રાંતથી ગુમ થયેલા ૯૦ બાળકોની કહાણીઓ સંભળાવી. આ બધા લોકો શિનજિયાંગમાં વસેલા ચીનના ઉઈગર સમુદાયથી છે. ચીનના આ સમુદાયથી તુર્કીથી જ નજીકના સંબંધ છે. એવામાં હજારોની સંખ્યામાં ચીનના આ પ્રાંતથી મુસ્લિમો તુર્કીમાં ભણવા, વેપાર કરવા, પરિજનોને મળવા કે પોતાના ચીન તરફથી આ સમુદાય પર પડી રહેલા ધાર્મિક દબાણથી બચવા માટે તુર્કી ભાગી ગયા છે.
ચીન મુસ્લિમ બાળકોને તેમના પરિવારોથી અલગ રાખી રહ્યું છે : બીબીસી અહેવાલ

Recent Comments