મુંબઈ, તા.૧૬
બીસીસીઆઈએ આગામી એન્યુઅલ જનરલ મીટિંગ અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની આ ૮૯મી બેઠક ૨૪મી ડિસેમ્બરે યોજાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાજ્ય ક્રિકેટ સંઘોને આ માહિતી આપી હતી. આ બેઠક પહેલાં ૨૨મી ડિસેમ્બરે તમામ સભ્યોનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે, જેનાં પરિણામ ૨૩મી ડિસેમ્બરે આવશે. આ ઉપરાંત બેઠકમાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે અગાઉ આ બેઠક રદ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મોટેરામાં ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચ અને ૫ ટી-૨૦ મેચ રમશે.