ડૉ. આફતાબખાને એન્જિયોપ્લાસ્ટી કરી

કોલકાતા, તા.ર
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત બગડ્યા બાદ તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૪૮ વર્ષીય સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. વુડલેન્ડ હોસ્પિટલે નિવેદન જાહેર કરતા કહ્યું કે, સૌરવ ગાંગુલીની હાલત હવે સ્થિર છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી ત્યારબાદ હૃદયની નશોમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. હાલ ગાંગુલી બિલકૂલ ઠીક છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત હાલ સ્થિર છે. વુડલેન્ડ હોસ્પિટલમાં તેમની સારવાર કરનાર ડૉ. આફતાબખાને જણાવ્યું કે, ગાંગુલીની તબિયત હાલ સ્થિર છે. તેમના ઉપર ર૪ કલાક નજર રાખવામાં આવશે તેઓ પૂરી રીતે હોશમાં છે તેમના હૃદમાં બે બ્લોકેઝ હતા. જે ક્રિટીકલ હતા. રાહતની વાત એ છે કે, તેમની તબિયત હાલ સ્થિર છે. ગાંગુલીની તબિયત આજે સવારે ખરાબ થઈ હતી. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલી જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ જીમ ગાંગુલીના ઘરમાં જ છે. શનિવારે સવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમને ચક્કર આવ્યા અને છાતિમાં દુખાવો થયો ત્યારબાદ પરિવારજનોએ તેમને તુરંત કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.