નવી દિલ્હી, તા.૧પ
બીસીસીઆઈએ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)ની ઉપસમિતિની બેઠક તેના અધ્યક્ષ નિરંજન શાહને જાણકારી આપ્યા વિના રાજધાનીમાં બોલાવી છે. જેના વિરોધમાં તેમણે કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને પત્ર લખ્યો છે. વિરોધ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે બેઠક તેમને જાણકારી આપ્યા વિના બોલાવે છે અને એટલા માટે તેને સ્થગિત કરવી જોઈએ. શાહે ચૌધરીને લખેલા પત્રમાંં કહ્યું છે કે મને આશ્ચર્ય છે કે એનસીએની ૧પ સપ્ટેમ્બરે બેઠક બોલાવાઈ છે અને મને આ વિશે સૂચિત કરવામાં આવ્યો નથી. જ્યારે કે હું સીએનો અધ્યક્ષ છું. શાહને ભલે એનસીએના અધ્યક્ષ નિયુક્ત કરાયા હોય પણ આ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન છે. કારણ કે તેમની ઉંમર ૭૦થી વધુ છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે નિરંજન શાહની હાજરીનો મતલબ હશે કે બીસીસીઆઈ ફરીથી લોઢા સમિતિની ભલામણોનું કરી રહ્યું છે. સચિવ આ વખતે કોઈ મુશ્કેલી ઊભી કરવા માગતા નથી.