નવી દિલ્હી,તા.ર૪
વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય છતાં દેશના લોકોનું દિલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું બીસીસીઆઈ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ભારતીય મહિલા ટીમ બુધવારે ભારત પહોંચશે. જો કે હજી સુધી બીસીસીઆઈ દ્વારા સન્માન અંગેની તારીખ નક્કી કરવામાં આવી નથી. આ અંગેની તારીખ ખેલાડીઓની ઉપલબ્ધતા પ્રમાણે કરવામાં આવશે. દરેક ખેલાડીઓને પ૦-પ૦ લાખનો ચેક તેમજ સહયોગી સ્ટાફને રપ-રપ લાખનો ચેક આપવામાં આવશે. એક અહેવાલ પ્રમાણે બીસીસીઆઈ દ્વારા યોજવામાં આવનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા ટીમ ભલે ફાઈનલ હારી ગઈ હોય પરંતુ તેમના પ્રદર્શન દ્વારા દેશને ગૌરન્વાન્વિત કર્યો છે.