(સંવાદદાતા દ્વારા) બાવળા, તા. રપ
બાવળા તાલુકાના હસનનગર (રાણીયા પુરા ) ગામમાં તળાવમાં થી માટી ખોદી ગ્રામ જનો પોત પોતાના ખેતરમાં લઇ જતા હતા તે દરમ્યાન એક બીજા જુથ સામ સામે આવી જતા એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થતા પંદર જણને નાની મોટી ઇજા થતા બાવળાની સરકારી અને ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાની જાણ બાવળા પોલીસને થતા પોલીસ ઇન્સપેકટર પરેશ ખાંભલા તથા અશોક સિંહ તથા સ્ટાફ સાથે પહોંચી. પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ મહિલાઓ પણ ઝઘડતા મહિલા પોલીસ બોલાવી પરિસ્થિતિ થાળે પડી હતી જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતિ મુજબ તળાવ ખોદવાની સીમા જળ સ્ત્રોતના નીયમ પ્રમાણે પૂર્ણ થયેલી હોય તેવું જાણવા મળ્યું હતું.