જામનગર, તા.૧
આ શખ્સોએ હરીશ પર હુમલો કર્યો હતો. આ વેળાએ રાજેન્દ્રસિંહ સાથે હોય તેઓએ બચાવનો પ્રયાસ કરતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલામાં હરીશને ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. જ્યારે રાજેન્દ્રસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી આજે વહેલી સવારે પોલીસે રાજેન્દ્રસિંહની ફરિયાદ પરથી ઉપરોક્ત આઠેય શખ્સો સામે હત્યા પ્રયાસ, ગેરકાયદે મંડળી રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.