National

બીફ બેનના દાવા પોકળ : ભાજપા સત્તામાં આવ્યા બાદ વધ્યો બીફનો વેપાર

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
દેશમાં ભાજપાની સરકાર સત્તામાં આવતા જ મુસ્લિમો અને દલિતોની વિરૂદ્ધ હિંસક ઘટનાઓ સતત વધી ગઈ છે. જ્યાં સરકાર દેશમાં ગૌહત્યા રોકવાના મોટા મોટા દાવાઓ કરી રહી છે, ત્યાં બીજી તરફ દેશમાં માંસનો વેપાર વધતો જાય છે. ઓ.ઈ.સીડી.ના અહેવાલ અનુસાર ભારતમાં જ્યારે ગત વર્ષે ૧૬ લાખ ટન બીફની નિકાસ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે ર૦ લાખ ટન બીફની નિકાસ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર ભારતે આ વર્ષે મ્યાનમારમાંથી પ્રાણીઓની આયાત કરી છે. ઓ.ઈ.સી.ડી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષે ૩,૬૩,૦૦૦ ટન બીફની નિકાસ કરવામાં આવી હતી. જો કે આ અહેવાલમાં બીફના પ્રકારનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જો કે આ પહેલાં પણ સમાચાર અને અહેવાલો આવતા રહ્યા છે કે દેશની પાંચ સૌથી મોટી કંપનીઓના માલિક હિન્દુ છે. આ યાદીમાં અલ-કબીરનું નામ સૌથી ઉપર છે, જેના માલિક સતીષ અને અતુલ સાભારવાલ છે. ત્યારબાદ અરેબિયન એક્સપોર્ટ (સુનીલ કર્ણ) એમ.કે. ફ્રોજન ફૂડ (બિંદ્રા)નો ક્રમ આવે છે.