અમદાવાદ, તા.૨૨
અમદાવાદ શહેરમા આ માસની શરૂઆતથી જ વકરેલા સ્વાઈનફલૂનો કહેર આજે સતત ૨૨મા દિવસે પણ યથાવત રહેવા પામ્યો છે અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ આ માસમાં અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂના કુલ કેસ ૧૨૩૨ ઉપર પહોંચવા પામ્યા છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે લોકોના મોત થતા અમદાવાદ શહેરમાં આ માસમા અત્યાર સુધીમાં સ્વાઈનફલૂને કારણે કુલ ૬૮ લોકોના મોત થવા પામ્યા છે આ અંગેની વિગત એવી છે કે,આ માસની શરૂઆતથી જ રાજયના અન્ય શહેરોની સાથે અમદાવાદ શહેરમા પણ સ્વાઈનફલૂના રોગના કેસની વધતી જતી સંખ્યા અને મોતના આંકને લઈને લોકો હવે ભયભીત બનવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં ખાસ કરીને નિકોલ, બાપુનગર, ઓઢવ, નવા નરોડા, ગોતા, સરખેજ, ચાંદલોડીયા અને રાણીપ જેવા વિસ્તારોમાં સ્વાઈનફલૂના કેસ ખુબ મોટી સંખ્યામા નોંધાવા પામ્યા છે. આ પરિસ્થિતિને લઈ દિલ્હીથી અમદાવાદ આવેલા ત્રણ તબીબોની ટીમના સભ્યો દ્વારા પણ આજે શહેરની સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલૂ વોર્ડ ઉપરાંત અમદાવાદ શહેરમાં આવેલા સ્વાઈનફલૂ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામા આવી હતી.દરમિયાન રાજય સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈનફલૂના નવા ૭૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ શહેરમાં બે લોકોના મોત થતા આ માસમા કુલ મૃત્યુઆંક ૬૮ ઉપર પહોંચવા પામ્યો છે. અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સ્વાઈનફલૂના સારવાર માટે દાખલ કરવામા આવેલા દર્દીઓની સ્થિતિ અંગે મળતી માહિતી અનુસાર,કુલ ૧૩ જેટલા દર્દીઓ હાલ વેન્ટિલેટર ઉપર છે. ૧૭ દર્દીઓ બાય-પેપ, ૪૮ દર્દીઓ ઓકિસજન ઉપર અને ૪૦૯ દર્દીઓની હાલત સ્થિર છે.અત્યારસુધીમાં કુલ ૬૭૮ દર્દીઓને રજા આપવામા આવી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૭૯ કેસ નોંધાતા તેમજ બે મોત થતા આ માસમાં કુલ કેસ ૧૨૩૨ થવા પામ્યા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૬૮ ઉપર પહોંચવા પામ્યો છે.