(એજન્સી) તા.૧ર
જાહેર સ્થળોએ સંપૂર્ણ ચહેરા પર નકાબ પહેરવા સામે વિરોધ દર્શાવતાં બેલ્જિયમમાં મુસ્લિમ મહિલાઓએ દેખાવો કર્યા હતા. બે મુસ્લિમ મહિલાઓએ તો યુરોપિયન કોર્ટમાં તેની સામે અરજી પણ કરી દીધી છે. માનવાધિકારોની યુરોપિયન કોર્ટે તેમના કેસને સમર્થન પણ આપી દીધું છે. તમને જણાવી દઇએ કે આ કેસ બે મુસ્લિમ મહિલા બેલ્જિયમની સામીયા બેલ્કાસેમી અને મોરોક્કોની યામીના ઓસ્સારે કર્યો હતો. બંને મહિલાઓએ આ અંગે કહ્યું કે આવો કાયદો ખરેખર ભેદભાવપૂર્ણ અને માનવાધિકારોનો ભંગ કરે છે. કોર્ટે એવી દલીલ આપી હતી કે શું આવા પ્રતિબંધોની કોઇ ગેરંટી છે કે તેનાથી લોકો એકબીજા સાથે હળીમળીને રહી શકશે ? કોર્ટે કહ્યું કે શું આવા કાયદાથી લોકોના અધિકારોની સુરક્ષાની બાંહેધરી છે કે શું તેમની આઝાદી છીનવાઇ રહી નથી ? શું લોકતાંત્રિક સમાજમાં આવો કાયદો હોવો જોઇએ ? બીજી અન્ય કોર્ટમાં પણ ર૦૧૪માં આવા જ ફ્રેન્ચ કાયદાને પડકારવામાં આવ્યો હતો. જોકે ત્યારે આવી દલીલો ફગાવી દેવામાં આવી હતી. જૂન ર૦૧૧માં બેલ્જિયમમાં એવો કાયદો અમલી બન્યો હતો જેમાં એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકાયો હતો જેનાથી કપડાં પહેરનારની કોઇપણ જાતની ઓળખ જાહેર ન થાય. જોકે તેના બાદ પણ ઘણા જમણેરી સંગઠનોએ અભિયાનો કર્યા, ઘણીવાર હિંસક ઘટનાઓ પણ બની એ પણ મુસ્લિમો અને શરણાર્થીઓ વિરોધી. સરકારને ફ્રાન્સની જેમ કાયદાનું પાલન કરવા આગ્રહ કરાયો. લોકોએ ર૦૧૧માં જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી યુરોપના જર્મની દેશમાં સૌથી વધુ શરણાર્થીઓએ આશ્રય મેળવ્યો છે. ગત વર્ષે જર્મનીના આંતરિક બાબતોના મંત્રી થોમસ ડી મૈઝારે સંપૂર્ણપણે ચહેરા પર નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડિસેમ્બર ર૦૧૬માં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમના પ્રતિનિધિઓને કહ્યું હતું કે જ્યાં સુધી કાયદેસર રીતે શક્ય હોય ત્યાં સુધી બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવે. છેલ્લે ર૦૦૦ની સાલથી અનેક યુરોપિયન દેશોમાં આ કાયદો લાગુ છે.
બેલ્જિયમમાં સંપૂર્ણ ચહેરા પર નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવા બે મહિલાએ કેસ કર્યો, યુરોપિયન કોર્ટે સમર્થન આપ્યું

Recent Comments