(એજન્સી) ઈસ્લામાબાદ,તા.૩૦
પાકિસ્તાના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાને સંબંધિત બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલા નિવેદનની પ્રતિક્રિયા આપતા પાક.ના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે કહ્યું કે બિલાવાલ ઝરદારી અને નવાઝ શરીફનું સૈન્ય મારા પર દબાણ કરવા ઈચ્છે છે. બિલાવલના પિતા અને ભૂતપૂર્વ પ્રમુખ આસિફ ઝરદારીને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ભુટ્ટોની હત્યાથી સૌથી વધુ ફાયદો થયો છે.
ભૂતપૂર્વ પ્રમુખે સ્વયં દેશ છોડી દીધો છે અને તેઓ હાલ દુબઈમાં છે. આ નિવેદન રાજકીય દળ અલ-પાકિસ્તાન મુસ્લિમ લીગ દ્વારા જારી કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિએ બેનઝીર ભુટ્ટોની હત્યા કેસમાં તેમની વિરૂધ્ધ આરોપ લગાવ્યા હતા. નિવેદનમાં તેમણે કહ્યું કે બિલાવલે મારી વિરુધ્ધ મહિલાઓની જેમ બૂમો પાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે બિલાવલને પહેલા માણસ બનવાનું કહ્યું અને ત્યારબાદ તેમની વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવાનું બિલાવલે તેમની ઉપર બાળકની જેમ આરોપ ના મુકવો જોઈએ તેણે પહેલા પુરાવાઓ એકઠા કરવા જોઈએ.
જો કે, મુશર્રફે બિલાવલના આ આરોપોને નકારી કાઢયા છે. તેમણે કહ્યું કે તેમની હત્યામાં કેટલાક અસામાજિક તત્વો સામેલ હોઈ શકે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા બેનઝીર ભુટ્ટોની ર૭ ડિસેમ્બર ર૦૦૭ના રોજ રાવળપિંડીના લિયાકત બાગમાં એક ચૂંટણી સભા દરમ્યાન હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં અન્ય ર૦ લોકોના પણ મોત નીપજયા હતા.