(એજન્સી) તા.૧પ
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ મહિનાથી પણ વધુ સમયથી દેખાવો થઈ રહ્યાં છે ત્યારે નવી દિલ્હીમાં આવેલા શાહીન બાગના વિસ્તારમાં તો છેલ્લે મહિનાથી ધારદાર પ્રદર્શનો થઇ રહ્યાં છે. મહિલાઓ તેમના બાળકો સાથે અહીં અઢી કિમીનો રસ્તો છેલ્લે એક મહિનાથી રોકીને બેઠી છે અને તેઓ સરકારને મજબૂત રીતે પડકારી રહી છે.
તેઓ નાગરિકતા સુધારા કાયદા, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અને એનપીઆરનો વિરોધ કરી રહી છે. આ દેખાવોની દેશભરમાં મજબૂત છાપ પડી છે અને હવે તેનાથી જ પ્રેરાઈને આવા જ દેખાવો પશ્ચિમ બંગાળના કોલકાતા અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયા છે.
કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં સેંકડો મુસ્લિમ મહિલાઓ માર્ગો પર ઊતરી આવી છે અને તેઓ સીએએ તથા એનઆરસી સહિત નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો પણ વિરોધ કરી રહી છે. અહીં દેખાવો સતત આઠમાં દિવસમાં પ્રવેશ્યા હતા અને આ દરમિયાન દેખાકારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. કોલકાતાનો આ મહત્ત્વપૂર્ણ વિસ્તાર ગણાય છે જ્યાં દેખાવકારો સાથે વિદ્યાર્થીઓ, વિદ્વાનો, કાર્યકરો પણ મજબૂત રીતે સમર્થન દર્શાવી રહ્યાં છે. અહીં તેમના હાથમાં ત્રિરંગો છે, બાબાસાહેબ આંબેડકરની તસવીર છે. આ તમામ વસ્તુઓ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એક ગૃહિણી અને બે બાળકોની માતા આયશા જલાલ કહે છે કે મેં પાર્કમાં ચાર રાત્રિઓ પસાર કરી છે. તે કહે છે કે અગાઉ તેણે ક્યારેય દેખાવોમાં ભાગ લીધો નહોતો. હું ભાગ્યે જ ઘર છોડતી હતી પરંતુ આ વખતે એનઆરસી અને સીએએ દ્વારા અમારા ઘરો પર જ પ્રહાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રયાગરાજની વાત કરીએ તો અહીં પણ સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ અનિશ્ચિતકાળ માટે ધરણાં પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ વિરુદ્ધ ક્રૂરતાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીં આ દેખાવોને સતત ત્રણ દિવસ થઈ ચૂક્યા છે.
શાહીનબાગથી પ્રેરાઈને હવે યુપી, બંગાળમાં પણ ધારદાર દેખાવ

Recent Comments