કોલકાતા, તા.૬
બંગાળી ટીવી ફિલ્મ અભિનેત્રી પાયલ ચક્રવર્તી સિલીગુડીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેણીએ ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
મંગળવારે અભિનેત્રી પાયલ હોટલમાં આવી હતી. તેણી ગઈકાલે ગંગટોક જવાની હતી. હાલમાં તેણીના તલાક થયા હતા. તે કોલકાતાના નેતાજી નગરની રહેવાસી હતી. તેણીએ ઘણી ટીવી સિરીયલોમાં કામ કર્યું હતું. હોટલમાં જે રૂમમાં તે રોકાઈ હતી તે રૂમનો દરવાજો સ્ટાફના માણસો ખખડાવવા છતાં ખુલ્યો ન હતો. જેથી દરવાજો તોડી નખાયો હતો. પોલીસે કહ્યું કે આત્મહત્યાના કારણોની તપાસ ચાલી રહી છે. તેના પિતાએ કહ્યું કે તે માનસિક તણાવમાં હતી.
૩૮ વર્ષની પાયલ ચક્રવર્તીએ ટીવી પર ઘણા શોમાં કામ કર્યું હતું. જેમાં ચોકરા લારા તુઈ અને ગોઈન્ડા ગીનની સામેલ છે. તે તાજેતરમાં ફિલ્મોમાં પ્રવેશી હતી. પાયલની આત્મહત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.