(એજન્સી) તા.ર
ર૮ મેના દિવસે જે ચાર લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો કબજો હતો પરંતુ જ્યારે ગુરૂવારે પરિણામો જાહેર થયા ત્યારે ભાજપે ર૦૧૪માં મેળવેલી બે બેઠકો ગુમાવી દીધી.
ર૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મોદી લહેરના કારણે ભાજપે ર૮ર બેઠકો જીતી હતી પરંતુ આજે તેની પાસે ફક્ત ર૭ર સાંસદોની પાતળી બહુમતી છે. આ ર૭ર સાંસદોમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કિર્તી આઝાદનો પણ સમાવેશ થાય છે. ર૦૧૪થી અત્યાર સુધી ર૭ લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. છેલ્લા ચાર વર્ષોમાં આ બેઠકોમાંથી શાસક પક્ષે આઠ લોકસભા બેઠકો ગુમાવી છે. ભાજપની સહયોગી પી.ડી.પી.એ પણ ગયા વર્ષે યોજાયેલી પેટા ચૂંટણીમાં શ્રીનગરની બેઠક ગુમાવી હતી. જ્યારે બીજી તરફ વિપક્ષે ર૦૧૪માં જીતેલી બેઠકો પેટાચૂંટણીઓમાં પણ જાળવી રાખી હતી. છેલ્લા ચાર વર્ષમાં ભાજપ વિપક્ષની એક પણ બેઠક છીનવી લેવામાં સફળ થઈ નથી. જુઓ નીચેનું કોષ્ટક :

ક્રમાંક મતવિસ્તાર ર૦૧૪માં પેટાચૂંટણીમાં પેટાચૂંટણી
/રાજ્ય વિજય વિજય વર્ષ
૧. મૈનપુરી/યુપી સપા સપા ર૦૧૪
ર. વડોદરા/ગુજરાત ભાજપ ભાજપ ર૦૧૪
૩. મેદક/તેલંગાણા ટીઆરએસ ટીઆરએસ ર૦૧૪
૪. બીડ/મહારાષ્ટ્ર ભાજપ ભાજપ ર૦૧૪
પ. કંધમાલ/ઓરિસ્સા બીજેડી બીજેડી ર૦૧૪
૬. વરાંગલ/તેલંગાણા ટીઆરએસ ટીઆરએસ ર૦૧પ
૭. બનગાંવ/પ.બંગાળ ટીએમસી ટીએમસી ર૦૧પ
૮. રતલામ/મધ્યપ્રદેશ ભાજપ કોંગ્રેસ ર૦૧પ
૯. કોચ બિહાર/પ.બંગાળ ટીએમસી ટીએમસી ર૦૧૬
૧૦. તામલુક/પ.બંગાળ ટીએમસી ટીએમસી ર૦૧૬
૧૧. શહદોલ/મધ્યપ્રદેશ ભાજપ ભાજપ ર૦૧૬
૧ર. લખિમપુર/આસામ ભાજપ ભાજપ ર૦૧૬
૧૩. તુરા/મેઘાલય એનપીપી એનપીપી ર૦૧૬
૧૪. અમૃતસર/પંજાબ કોંગ્રેસ કોંગ્રેસ ર૦૧૭
૧પ. શ્રીનગર/જમ્મુ-કાશ્મીર પીડીપી ને.કોંગ્રેસ ર૦૧૭
૧૬. ગુરૂદાસપુર/પંજાબ ભાજપ કોંગ્રેસ ર૦૧૭
૧૭. મલપ્પુરમ/કેરળ આઈયુએમએલ આઈયુએમએલ ર૦૧૭
૧૮. અલ્વર/રાજસ્થાન ભાજપ કોંગ્રેસ ર૦૧૮
૧૯. અજમેર/રાજસ્થાન ભાજપ કોંગ્રેસ ર૦૧૮
ર૦. ઉલુબેરિઆ/પ.બંગાળ ટીએમઅસી ટીએમસી ર૦૧૮
ર૧. અરારિઆ/બિહાર આરજેડી આરજેડી ર૦૧૮
રર. ગોરખપુર/યુપી ભાજપ સપા ર૦૧૮
ર૩. ફુલપુર/યુપી ભાજપ સપા ર૦૧૮
ર૪. ભંડારા-ગોદિયા મહારાષ્ટ્ર ભાજપ એનસીપી ર૦૧૮
રપ. નાગાલેન્ડ/નાગાલેન્ડ એનપીએફ એનડીપીપી ર૦૧૮
ર૬. કૈરાના/યુપી ભાજપ આરએલડી ર૦૧૮
ર૭. પાલઘર/મહારાષ્ટ્ર ભાજપ ભાજપ ર૦૧૮