ગૌમાંસ વેચવા માટે ભાજપના નેતાઓએ સહકારી સંસ્થા શરૂ કરી !!
(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.પ
કેરળ મીટ મેન્યુફેકચરીંગ કો.ઓ.સોસાયટીના મુખ્ય પ્રમોટર તરીકે નાગેશ નામની વ્યક્તિ છે તદુપરાંત કાર્યકરોની કમિટીમાં ભાજપ અને આરએસએસના નેતાઓ છે. કેરળ, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં ક્રિશ્ચિયન બહુમતી હોવાના લીધે એ રાજ્યોમાં બીફ વધુ પ્રમાણમાં ખવાય છે. ભાજપે ફકત બીફના વેપાર માટે જ બેવડા ધોરણો નથી અપનાવ્યા પણ એવી ઘણી બાબતો છે જેના માટે ભાજપ બેવડા ધોરણો અપનાવે છે. ભાજપ માટે એ શરમજનક કહેવાય કે ઉત્તરના રાજ્યો અને જ્યાં એમની સરકારો છે ત્યાં ગૌરક્ષાની વાતો કરે છે અને અહીં આવેલ થિરસુર જિલ્લામાં આરએસએસ સાથે મળીને એક કો.ઓ.સોસાયટીની રચના કરી છે. જે માંસના અનેક પ્રકારો સાથે બીફનું પણ વેચાણ કરશે. સ્થાનિક અખબારના આ સોસાયટી વિશે સમાચારો છપાયા છે. મોદી ગૌરક્ષા અને બીફની નિંદા કરે છે પણ એમના પક્ષના નેતાઓ અને સભ્યો જ બીફના ધંધા સાથે જોડાયેલ છે. ભારત દુનિયામાં બીફની નિકાસ કરતો બીજા નંબરનો દેશ છે. ભાજપ સત્તામાં આવ્યા પછી પણ નિકાસમાં ઘટાડો થયો નથી અને બીજી તરફ ગૌરક્ષાના નામે મુસ્લિમો-દલિતોની હત્યાઓ કરાય છે. જો કે, બંગાળ, કેરળ, તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોએ બીફ ઉપર પ્રતિબંધનો વિરોધ કર્યો છે પણ ભાજપના નેતાઓ બીફ ખવાતા રાજ્યોમાં કો.ઓપરેટિવ સોસાયટીઓ ઊભી કરી પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે. દરમિયાનમાં સમાચારો મળ્યા છે કે, આ કો.ઓ.સોસાયટી પોતાના વેપારને વધારવાના તમામ પ્રયાસો કરી રહી છે.