(એજન્સી) મુંબઈ,તા.૧પ
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉતે આદર્શ આચારસંહિતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે આચારસંહિતાને પડકારતા નિવેદનમાં જણાવ્યું છે કે, ચૂલામાં જાય કાયદો આચારસંહિતાને જોઈ લઈશું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓ અને ઉમેદવારો પર આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે દેખરેખ કરે છે. પરંતુ સંજય રાઉતે રવિવારે એક ભાષણ દરમ્યાન આચારસંહિતા સામે જ પડકાર ફેંકયો છે અહેવાલ મુજબ ૧૪ એપ્રિલના એક ભાષણ દરમ્યાન સંજય રાઉત એક વીડિયોમાં એમ કહેતા જોવા મળ્યા કે, આમ તો અમે કાયદાને માનીએ પરંતુ ચૂંટણી દરમ્યાન આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તેવું દબાણ રહે છે. આ દરમ્યાન જ તેમણે કહ્યું કે ‘ભાડ મેં જાયે કાનૂન આચારસંહિતાની હમ દેખ લેંગે.’ જે વાત મનમાં હોય તે બહાર ન નીકળે તો ગભરામણ થાય છે. અત્યાર સુધીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા અનેક નિવેદનો સામે આવ્યા છે અને ચૂંટણીપંચે તેમને સજા પણ કરી છે.