(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪,
શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા મકાન માલિકે સોશ્યલ મિડીયા ઉપર આપેલ મકાન ભાડે આપવાની જાહેરાત વાચીને મકાન જોવા માટે આપેલ લુંટારૂ ટોળકીએ આજે મકાન માલિક મહિલાઓને બેભાન કરી તિજોરીમાંથી રૂા.૧.૫૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે વારસીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર, મહાલક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા કોમલબેને સોશ્યલ મિડીયા પર મકાન ભાડે આપવાનું છે એવી જાહેરાત મુકી હતી. આ જાહેરાત વાંચીને આજે બપોરનાં સમયે બે મહિલા સહિત ત્રણ વ્યકિતઓ મકાન જોવાનાં બહાને આવ્યા હતા. મકાન માલિકે ભાડે મકાન લેવા આવેલ ટોળકીને મકાન બતાવ્યું હતું. આ ટોળકી પૈકી એક વ્યક્તિએ કોમલબેન પાસે પાણી પીવા માંગ્યું હતું. પાણી લઇને પરત આવ્યા બાદ થોડીજ વારમાં કોમલબેન બેભાન થઇ ઢળી પડ્યા હતા. કોમલબેન ભાનમાં આવે તે પહેલા ઘરની તિજોરીમાં રોકડ, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧.૫૦ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. ભાનમાં આવેલ કોમલબેક્ત વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.