(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્યપ્રદેશના એક ગામમાં વિચિત્ર પરંપરા છેલ્લા ૪૦૦ વર્ષથી ચાલી રહી છે. ગામની હદમાં કોઈપણ મહિલાને બાળકને જન્મ આપવાની મંજૂરી આપતી નથી. અહેવાલો મુજબ ગ્રામજનો માને છે કે, ગામની હદમાં બાળકને જન્મ આપવાની પરંપરા ભગવાનના શ્રાપરૂપ છે. રાજગઢ જિલ્લાના સંકાશ્યામ ગામના રહેવાસીઓનું કહેવું છે કે, આ પરંપરા ૧૬મી સદીથી ચાલી આવે છે. ગામના વડીલો માને છે કે, જો મહિલા ગામની હદમાં બાળકને જન્મ આપે છે તો તેનું અથવા બાળકનું મોત થઈ શકે છે. જે કુદરતનો શાપ હોવાનું ગ્રામજનો માને છે. ગ્રામજનો માને છે કે, જ્યારે ગામમાં મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાને ઘઉં દળતી મહિલાઓને વિચલીત કરી હતી. આ કોપથી કુદરતે ગામમાં કોઈ બાળક ત્યાં નહીં જન્મે તેવો શ્રાપ આપ્યો હતો. ગામની ગર્ભવતી મહિલાઓ માટે ડીલીવરી માટે ગામની બહાર એક વિશેષ રૂમ બનાવાયો છે. ગામના સરપંચ નરેન્દ્ર ગુર્જરે કહ્યું કે, ગામમાં ભગવાનના મંદિરના નિર્માણમાં મહિલાઓએ અવરોધ પેદા કર્યો હતો. જ્યારથી ગામ પર શ્રાપ છવાયો હતો. ગામની ૯૦ ટકા મહિલાઓને હોસ્પિટલમાં ડિલીવરી કરાવાય છે. કોઈ આકસ્મિક સંજોગોમાં જ ગામ બહાર રૂમમાં ડિલીવરી કરાય છે.