(એજન્સી) તા.ર૭
વડાપ્રધાન મોદી ર૦૧૯માં સત્તા હાંસલ કરશે એ શક્યતા વધુ મજબૂત થતી જાય છે. ભાજપાએ ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં પક્કડ જમાવી છે જે પક્કડ એક જમાનામાં કોંગ્રેસની હતી. નીતિશકુમારના ભાજપ સાથે જોડાવાથી લગભગ દેશની ૭૦ ટકા વસ્તી ઉપર ભાજપનો શાસન થઈ જશે. જે ભાજપની એક અભૂતપૂર્વ સફળતા છે. ભાજપ હવે દેશના ૧ર મોટા રાજ્યોમાંથી ૭ રાજ્યોમાં સત્તા ધરાવે છે. જેથી એ રાજ્યોમાંથી લોકસભામાં ર૦ કરતાં પણ વધુ બેઠકો મેળવી શકશે. અન્ય પાંચ બિનભાજપી રાજ્ય સરકારોએ પણ ભાજપ સામે સમર્પણ કર્યો જ છે જે તામિલનાડુ અને ઓડિશા છે. ભાજપનું વિસ્તરણ થઈ રહ્યું છે, બીજી બાજું કોંગ્રેસ સંકોચાઈ રહી છે. દેશની ૧૩૦ વર્ષ જૂની પાર્ટી પાસે હવે ફક્ત એક કર્ણાટકા જ રહ્યો છે. જ્યાં પણ આવતા વર્ષે ચૂંટણીઓ થનાર છે અને ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત અત્યારથી જ લગાવી રહ્યું છે જેથી સત્તા કબજે કરી શકાય. નીતિશકુમારના એનડીએ સાથે જોડાવાથી ભાજપનું અડધું કામ પૂર્ણ થયું છે. હવે વિરોધ પક્ષોને એક થવામાં અને ભાજપને પડકારવામાં ખૂબ જ મુશ્કેલી થશે. ભાજપના નેતાએ કહ્યું કે હવે ર૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં વિપક્ષોનો ચહેરો કોણ હશે. અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનરજી અથવા લાલુ પ્રસાદ યાદવ ? આમાંથી કોઈ પણ એટલા સક્ષમ નથી કે ભ્રષ્ટાચાર અથવા સુશાસન બાબત અમને પડકારી શકે. નીતિશની વાત જુદી હતી પણ હવે તો વિપક્ષોના હાથમાંથી એ પણ સરકી ગઈ છે.
ભગવો સમગ્ર દેશમાં વિસ્તરી રહ્યો છે, ર૦૧૯ની ચૂંટણીઓ એની તરફેણમાં દેખાઈ રહી છે

Recent Comments