વડાપ્રધાન નરેેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો અબેએ આજે ખુબ જ મહત્વપૂર્ણ અને સફળ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આતંકવાદનો પણ સમાવેશ થાય છે. બંને વચ્ચે ચર્ચા કરવામાં આવ્યા બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. મોદી અને અબેની ઉપસ્થિતિમાં ૧૫ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાથે સાથે સંયુક્ત નિવેદન પણ જારી કરાયું હતું. શિન્ઝોની યાત્રાના બીજા દિવસે જુદા જુદા કાર્યક્રમો થયા હતા.
ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને જાપાનની કેબિનેટ ઓફિસ વચ્ચે એમઓસી જેનો હેતુ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ક્ષેત્રમાં સહકાર અને સાથે મળીને કામ કરવાનો રહેશે. હોનારતોને રોકવા અનુભવ, નોલેજ અને પોલિસીની આપલે થશે.
સ્કીલ ડેવલપમેન્ટ
જાપાનીઝ ભાષા શિક્ષણના ક્ષેત્રમાં એમઓસી, જાપાની ભાષા શિક્ષણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરાશે અને સહકાર વધારાશે
કનેક્ટીવીટી
ઇન્ડિયા જાપાન એક્ટ ઇસ્ટ ફોરમ, ફોરમનો હેતુ ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં વિકાસ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા અને કનેક્ટીવીટીને વધારવાનો રહેશે
ઇકોનોમીક એન્ડ કોમર્શિયલ
કુલ ઈએમએસ સર્વિસના અમલીકરણ માટે વહીવટી સૂચન પર ઇન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટ વચ્ચે સમજૂતિ. આ સમજૂતિથી જાપાનથી ભારતમાં ફ્રેશ ફુડ બોક્સમાં જાપાની લોકો માટે આવી શકશે
ઇન્વેસ્ટમેન્ટ (ગુજરાત)
ડીઆઈપીપી અને એમઈટીઆઈ વચ્ચે ભારત-જાપાન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન રોડ મેપથી ભારતમાં જાપાનનું રોકાણ વધવા સાથે સંબંધિત સમજૂતિ
મંડળ બેચરાજ-ખોરાજમાં મેક ઇન ઇન્ડિયા માટે જાપાન-ઇન્ડિયા સ્પેશિયલ પ્રોગ્રામ પર એમઈટીઆઈ અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિ. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યક્રમો ઝડપી કરાશે.
સિવિલ એવિએશન
સિવિલ એવિએશન સહકારમાં આરઓડીના એક્સચેંજ. ભારત અને જાપાન વચ્ચે વિમાની સેવાને વધારાશે. પસંદગીના શહેરો સુધી ભારત અને જાપાની કેરિયર અનલિમિટેડ ફ્લાઇટો કરી શકશે
સાયન્સ એન્ડ ટેકનોલોજી
સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં ત્રણ કરાર કરવામાં આવ્યા જે પૈકી એક ડીબીટી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને એઆઈએસટી વચ્ચે સંબંધોને મજબૂત કરવા ડીબીટી અને એઆઈએસટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જાપાન અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી વચ્ચે સંયુક્ત સંશોધન કોન્ટ્રાક્ટ પર એમઓયુ
સ્પોટ્‌ર્સ
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુઓફ ફિઝિકલ એજ્યુકેશન અને જાપાનની નિપોન સ્પોટ્‌ર્સ સાયન્સ યુનિવર્સિટી વચ્ચે ઇન્ટરનેશનલ એકેડેમિક અને સ્પોટ્‌ર્સ ક્ષેત્રે આપલે અંગે એમઓયુ
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપોન સ્પોર્ટ સાયન્સ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને યુનિવર્સિટી ઓફ સુકુબા વચ્ચે એમઓયુ
સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ઓફ સુકુબા વચ્ચે સમજૂતિ
એકેડેમિક થિંક ટેંક
આરઆઈએસ અને આઈડીઈ-જેટ્રો વચ્ચે એમઓયુ