(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે. અને આગામી ૩૦ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે.મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી ૩૦ નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાનારા આ આંદોલનમાં મોટી સંખ્યામાં કોગી આગેવાનો અને કાર્યકરો સામેલ થશે. સંસદનું શિયાળુસત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યુ છે, જે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન દેશનું રાજકીય પારો પણ ગરમ રહેવાની સંભાવના છે. ત્યારે રેલી દ્વારા કોંગ્રેસ મોદી સરકારની સામે માહોલ તૈયાર કરવાનાં પ્રયાસો કરશે.
કોંગ્રેસ કેન્દ્ર સરકારને આર્થિક મંદીની સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ ઉપર પણ ઘેરશે. થોડા સમયથી ઉદ્યોગ જગત પણ આર્થિક મંદીના કારણે નુકસાની ભોગવી રહ્યો છે. જેને કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગજગતને રાહત આપવાની જાહેરાતો કરી હતી. સામાન્ય રીતે બજેટ રજૂ કરતા દરમ્યાન જાહેરાતો કરી દેવામાં આવે છે. જે સામાન્ય રીતે આગામી બજેટ સુધી ચાલુ રહે છે.
કોંગ્રેસ ૩૦ નવેમ્બરે દિલ્હીમાં ભારત બચાવો આંદોલન કરશે

Recent Comments