(એજન્સી) તા. ૨૨
રાફેલ ડીલ અંગે ફક્ત ભારત જ નહીં પરંતુ ફ્રાન્સમાં પણ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા હોલાન્દેએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે મોદી સરકારે રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે ફ્રાન્સ સરકારે તેના પર સ્પષ્ટ કરી હતી. હોલાન્દેએ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ભારતે જે સર્વિસ ગ્રૂપનું નામ આપ્યું હતું તેની સાથે ડસાલ્ડ કંપનીએ વાતચીત કરી હતી. હોલાન્દેએ કહ્યું કે ડસાલ્ટે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. ફ્રાન્સ પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. જ્યારે ફ્રાન્સ સરકાર કહે છે કે ડસાલ્ટે ખુદ ભારતની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી હતી. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા હોલાન્દેનું ઈન્ટરવ્યૂ લેનારા પત્રકારે ઈન્ડિયા ટુડે ટીવી સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે ભારત એમ કહે છે છે કે ભારત અને ફ્રાન્સની સરકાર ડસાલ્ટ એવિએશન અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે ડીલમાં સામેલ થઈ ન હતી. ફ્રાન્સ્વા હોલાન્દેનો ઈન્ટરવ્યૂ લેનારા પત્રકાર એન્ટન રોગટે કહ્યું કે હોલાન્દેએ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે ભારત સરકારે ફ્રાન્સના અધિકારીઓને રિલાયન્સ ડિફેન્સના નામનું પ્રસ્તાવ મોકલાવ્યું હતું.
વાંચો ઈન્ટરવ્યૂના મુખ્ય અંશો…
ઈન્ડિયા ટુડે ટીવી : ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હોલાન્દેએ તમને આપેલા ઈન્ટરવ્યૂમાં રાફેલ સોદા અને અનિલ અંબાણીના રિલાયન્સ ડિફેન્સ વિશે શું જણાવ્યું?
એન્ટન રોગટ : ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ જે ડસાલ્ટ એવિએશન અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે રાફેલ ડીલ પર હસ્તાક્ષર કરવા માટે ઓફિસમાં હાજર હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારત સરકારે રિલાયન્સના નામનો પ્રસ્તાવ મોકલ્યો છે. ફ્રાન્સ્વા હોલાન્દેએ ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે મોદી સરકારે રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઈન્ડિયા ટુડે ટીવી : ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કરવા પાછળ હોલાન્દેએ શું કારણ જણાવ્યું?
એન્ટન રોગટ : તેમણે અમને ભારત સરકારના ઉદ્દેશ્ય વિશે કંઈ નથી જણાવ્યું. અમને માહિતી નથી મળી કે હોલાન્દેને તેના વિશે કંઈ ખબર છે કે નહીં. જ્યારે ફ્રાસના અધિકારીઓએ તેના માટે સ્વીકાર્યુ કેમ કે રાફેલડીલ ફ્રાન્સ માટે મહત્વપૂર્ણ હતી.
ઈન્ડિયા ટુડે ટીવી : અંબાણીની રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને હોલાન્દના નજીકના જૂલી ગાયેટની ફિલ્મ વિશે શું ખબર પડી?
એન્ટર રોગટ : ડીલના ફિલ્મ કનેક્શન પર પણ હોલાન્દેએ માહિતી આપી હતી. તેમણે પોતાના સહયોગી જુલી ગાયેટની ફિલ્મના રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે કોઈ કનેક્શન હોવાની વાત નકારી હતી. હોલાન્દેએ કહ્યું કે ફિલ્મ અને રાફેલ ડીલને એકબીજાથી કોઈ લેવા દેવા નથી.
ઈન્ડિયા ટુડે ટીવી : ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે વાતચીત ક્યારે થઈ?
એન્ટન રોગટ : આ અઠવાડિયે તેમનાથી બેવાર વાતચીત થઈ.