(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ભારત સરકારે ર૬ જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસરે નાનાજી દેશમુખ, ભૂપેન હજારિકા અને પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવાનો નિર્ણયો કર્યો છે. આમાં નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને આ સન્માન મરણોપરાંત આપવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખરજી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂકયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણેયને ભારત રત્ન આપવા મુદ્દે અલગ અલગ ટિ્‌વટ કરીને ત્રણેયના યોગદાનને બિરદાવ્યું છે. સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખ આરએસએસ અને ભારતીય જનસંઘ સાથે જોડાયેલા હતા, જ્યારે ભૂપેન હજારિકા દેશના ટોચના સંગિતકાર અને ગાયક રહી ચૂકયા છે. વડાપ્રધાન મોદીએ પ્રણવ મુખરજીને અત્યારના સમયના શ્રેષ્ઠ રાજનેતા ગણાવ્યા છે.