પબ્લેકમ, તા.૧૬
સિનિયર બેટ્‌સમેન વિપુલ થરંગા રવિવારથી દામ્બુલામાં ભારત વિરૂદ્ધ શરૂ થનારી પાંચ મેચોની વન-ડે સીરિઝમાં ૧પ સભ્યોની શ્રીલંકન ટીમનું નેતૃત્વ કરશે થરંગાએ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં ૬ ઈનિંગોમાં ફક્ત ૮૮ રન બનાવ્યા હતા. મેથ્યુઝે જુલાઈમાં ઘરેલું ધરતી ઉપર ઝિમ્બાબ્વે સામે થયેલા ર-૩થી પરાજય બાદ વન-ડે કેપ્ટનશીપ છોડી દીધી હતી. જેનાથી આગામી સીરિઝમાં થરંગાને ટીમનું નેતૃત્વ સોંપાયું છે મેથ્યુઝ જો કે ટીમનો હિસ્સો રહેશે. ઝડપી બોલર મલિંગાએ પણ પુનરાગમન કર્યું છે શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ અંતિમ વન-ડે સીરિઝ નવેમ્બર-ર૦૧૪-૧પમાં ભારતમાં રમી હતી જેમાં તેને ૦-પથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલંકાની ટીમ : થરંગા, મેથ્યુઝ, ડિકવેલા, ગુણતિલક, મેન્ડીસ, કાપુગેદરા, સિરવર્દાના, પુષ્પકુમાર, ધનંજય, સંદાકન, થિસારા પરેરા, હસારંગા, મલિંગા, ચામીરા, ફર્નાન્ડો.