(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભારતમાં હાલના અશાંત રાજકીય વાતાવરણને લઈ દિલ્હીના આર્કબિશપ અનિલ ફૂટોએ લખેલા પત્રના કેટલાક દિવસો બાદ જ કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (સીબીસીઆઈ)ના અધ્યક્ષ કાર્ડિનલ ઓસવાલ્ડ ગ્રેસિયસે લઘુમતી સમુદાયોની અંદર વધી રહેલી ચિંતાઓને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું એમ નથી કહી રહ્યો કે લઘુમતી લોકો ડરેલા છે. પણ આ વાત સાચી છે કે, તેઓ સતત થઈ રહેલી ઘટનાઓને લઈ ચિંતામાં છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં કરેલ સિંગર્સને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. આ ઘટનાઓથી લોકોના વિશ્વસાને ડગમગાવી દીધો છે. તેમણે આગળ કહ્યું કે, આ જરૂરી છે કે વડાપ્રધાન, ગૃહમંત્રી અને અહીંયા સુધી કે મુખ્યમંત્રી એવા મુદ્દાઓ પર બોલે અને લઘુમતી વિરૂદ્ધ થઈ રહેલી હિંસાની નિંદા કરે. કાર્ડિનલ ઓસવાલ્ડ ગ્રેસિયસને તાજેતરમાં જ સીબીસીઆઈ અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓએ વડાપ્રધાન મોદીથી મુલાકાત કરી હતી. દિલ્હીના આર્કબિશપ ફૂટોના પત્ર વિશે વાત કરતાં કાર્ડિનલે કહ્યું કે, પત્રને ખોટી રીતે સમજવામાં આવ્યો પણ ધર્મગુરૂઓથી રાજકારણથી દૂર રહેવાની આશા રાખવી અનુસૂચિ છે. મોટાભાગના રાજકીય મુદ્દાઓ લોકોને પ્રભાવિત કરે છે. જો કે, આર્કબિશપ ફૂટોએ પોતાના પત્રમાં લખેલા લોકસભા ચૂંટણી ર૦૧૯ને લઈ પ્રાર્થના કરવાની વાતનો બચાવ કરતાં કહ્યું કે, આનાથી મોદી સરકારને લઈ કંઈ લેવડ-દેવડ નથી. નોંધનીય છે કે, ૮ મેના રોજ પોતાના પત્રમાં આર્કબિશપે દિલ્હીના બધા પદાધિકારીઓને હાલના અશાંત રાજકીય માહોલને લઈ ૧૩ મેથી વિશેષ પ્રાર્થના શરૂ કરવાની વાત કહી હતી ત્યારબાદ ભાજપના પ્રવકતા શાઈન એનસીએ આના પર ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યાં જ લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ આના પર વિરોધ બતાવતા કહ્યું હતું કે વડાપ્રધાન ધર્મ અને રાજનીતિની બાધાઓને તોડતા ભેદભાવ વગર સમાવેશી વિકાસ માટે કામ કરી રહ્યા છે. આપણે બિશપને માત્ર પ્રગતિશીલ માનસિકતાની સાથે વિચાર રાખવા માટે કહી શકીએ છીએ.