(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
અમરોલીના કોસાડ પાસે શ્રીરામ ચોકડી નજીક આવેલા કૈલાશ એન્ટરપ્રાઇઝ નામના ખાતામાં મોડીરાત્રે આગ લાગતા ભારે નુકસાન થયું છે. જો કે, આ બનાવમાં સદનશીબે કોઇ જ જાનહાની નોંધાઇ નથી.
ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોસાડ પાસે શ્રીરામ ચોકડી નજીક કૈલાશ અન્ટરપ્રાઇઝ નામનું ખાતુ આવેલું છે. આ ખાતામાં પ્લાસ્ટીકના દાણા, ટબ સહિતનો પ્લાસ્ટીકનો સામાન બનાવે છે. આ પ્લાસ્ટીક ખાતામાં મોડી દોઢ કલાકે શોર્ટસર્કિટથી આગ લાગતા ભારે દોડધામ થઇ ગઇ હતી. જેમાં મશીનરી, પ્લાસ્ટીકના દણાનો જથ્થો ઓફિસનું ફર્નિચર, રેકોર્ડ તથા જરૂરી કાચો માલ સામાન પણ પળભરમાં આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થયું હતું. આ બનાવ અંગે ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી જઇને ભારે આગને માંડ – માંડ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં સદનસીબેે કોઇ જાનહાની થવા પામી નથી.