અમદાવાદ,તા.૧૦
માણસ ગરીબ હોય કે અમીર મહેનત કરે એટલે ફળ મેળવે જ છે. તેવું સાબિત કર્યું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા એવા હસમુખભાઈ વાકોતરના પુત્ર ભાર્ગવે ધોરણ-૧ર સાયન્સમાં બી ગ્રુપમાં ૯૯.૯૮ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. ભાર્ગવના પિતા દરજીકામ કરતા હોવા છતાં સંતાનોને ભણાવવાનું ઉંચુ ધ્યેય રાખે છે. તેમની એક પુત્રી અને પુત્ર એન્જિનિયર છે. જ્યારે ભાર્ગવ મેડિકલમાં પ્રવેશ લઈ ડોક્ટર બનવા તરફ અગ્રેસર થશે. આમ સફળતા એ કોઈની સગી નથી. તેવું ભાર્ગવે સાબિત કરી બતાવ્યું. સતત ૮થી ૧૦ કલાકની મહેનત થકી ઝળહળતી સફળતા મેળવનાર આ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને પણ મહેનત થકી જ સફળ થવાય છે. તેવો સંદેશો આપ્યો છે.