(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૩૦
અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. જેઓને ભરૂચ-સુરત-વલસાડના પ્રજાજનો તથા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સત્કારવા માટે થનગની રહ્યાં છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પ્રવાસની શરૂઆત જંબુસરથી શરૂ કરશે જ્યાં તા.૧-૧૧-૧૭ના રોજ પબ્લિક મીટિંગ કરશે. ત્યાંથી આમોદ ખાતે કોર્નર મીટિંગ કરશે તથા તણછા અને સમની ખાતે પ્રજાજનો દ્વારા સ્વાગત કરાશે દયાદરા ખાતે પબ્લિક મીટિંગ કરશે ત્યાંથી ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ પાસે કોર્નર મીટિંગ કરશે ત્યાંથી મહંમદપુરા ભરૂચ ખાતે સ્વાગત કરાશે જ્યારે પાંચબત્તી ભરૂચ ખાતે કોર્નર મીટિંગ કરાશે અને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે ત્યાંથી ઝાડેશ્વર ખાતે સ્વાગત કરવામાં આવશે ત્યાથી અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગ કરાશે. ત્યાથી વાલીયા ખાતે સ્વાગત કરવામાં આવશે ત્યાંથી સુરત તરફ જવા રવાના થશે.
જે માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા અગ્રણીઓ અને હોદ્દેદારો સાથે રહેશે અને તેઓને સન્માનવા માટે ભરૂચ જિલ્લામાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.