ભરૂચ,તા.૧૮
ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તા.૧પ/પ/૧૮ની સ્થિતિએ જિલ્લાની ચાર નગરપાલિકા સહિત નવ તાલુકાના રર૯ ગામોમાં ૭૧૮ કામોના લક્ષ્યાંક સામે પ૯૩ કામો પ્રગતિ હેઠળ છે. જેની સામે ૩ર૩ કામો પૂર્ણ થયેલ છે. તાલુકાવાર જોઈએ તો ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ૧૯, ભરૂચ તાલુકામાં ર૬ ગામોમાં કુલ-૧૧૪ કામો પૈકી ૬૦ કામો, અંકલેશ્વર નગરપાલિકા ૩, તાલુકામાં ૧૮ ગામોમાં કુલ-૪૪ કામો પૈકી ૩૦ કામો પૂર્ણ થયેલ છે. આમોદ નગરપાલિકાના ૪ અને તાલુકાના ર૭ ગામો મળી પ૬ કામો પૈકી ૩૪ કામો પૂર્ણ થયેલ છે. જંબુસર નગરપાલિકાના ૯ અને તાલુકાના ૩૩ ગામો મળી ૧૦ર કમો પૈકી ૮૬ કામો પૂર્ણ થયેલ છે. વાગરા તાલુકાના ૮ ગામોમાં ૩૮ કામો પૈકી ૩૩ કામો પૂર્ણ થયેલ છે. હાંસોટ તાલુકાના ૧પ ગામોમાં ર૬ કામો પૈકી ૧૩ કામો પૂર્ણ થયેલ છે. ઝઘડિયા તાલુકાના ૩૭ ગામોમાં ૬૯ કામો પૈકી રપ કામો પૂર્ણ વાલિયા તાલુકાના ર૭ ગામોમાં પ૪ કામો પૈકી ર૦ કામો પૂર્ણ, નેત્રંગ તાલુકાના ૩૮ ગામોમાં ૯૦ કામો પૈકી રર કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અન્વયે વોટરશેડના રપ કામો પૈકી ૬ નવા તળાવ, ૧પ તળાવ ઉંડા કરવાના, ૪ ચેકડેમ કામો પ્રગતિ હેઠળ, ટોકરી નદી (આર.આર.પી.)ના ૭પ કામોના આયોજન સામે ૪પ કામો શરૂ થતાં ૧૧ કામો પૂર્ણ થયેલ છે. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના ૧પ કામના આયોજન સામે ૬ કામો શરૂ થતાં તમામ કામો પ્રગતિ હેઠળ છે. પાણી પુરવઠા વિભાગ/વાસ્મોના ર૦૦ કામોના આયોજન સામે ૧૯૦ કામો શરૂ થતા તમામ પૂર્ણ થયેલ છે.
સરદાર સરોવર નર્મદા નિગભ વિભાગ હેઠળ ૧૦પના કામના આયોજન સામે ૧૦૦ કામો શરૂ થતાં તમામ કામો પૂર્ણ થયેલ છે. ઉકાઈ જમણા કંઠા નહેર વિભાગ દ્વારા ત્રણ કામો તળાવ ઉંડા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. વન વિભાગના ર૦ કામોના આયોજન સામે ર કામો પૂર્ણ થયેલ છે. જ્યારે ૧૮ કામો પ્રગતિ હેઠળ છે. સામાજિક વનીકરણ વિભાગ હેઠળ ૬૦ કામોના આયોજન સામે પ૩ કામો શરૂ થતાં તમામ કામો પ્રગતિ હેઠળ છે. શહેરી વિસ્તારમાં ૪પ કામોના આયોજન સામે ૪૦ કામો શરૂ થતાં ૧૭ કામો પૂર્ણ થયેલ છે. અન્ય જનભાગીદારીના ૩૦ કામોના આયોજનમાં ૧૬ કામો શરૂ થતાં તમામ પ્રગતિ હેઠળ છે. તમામ કામો તળાવ ઉંડા કરવાના કામોનો સમાવેશ થાય છે.