ભરૂચ,તા.૩
મધ્યપ્રદેશના મંદસૌર અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માસુમ બાળા સાથે દુષ્કૃત્ય આચરવાના ધૃણાસ્પદ બનાવોમાં આરોપીઓને ફાંસીની માંગ સાથે ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રબુદ્ધ નાગરિકોએ દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો.
દેશ ભરમાં માસુમબાળાઓ ઉપર બળાત્કાર સહિત વધી રહેલા અત્યાચારોના પગલે લોકોમાં વિરોધનો જૂવાર વકરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં ૮ વર્ષીય બાળા ઉપર બળાત્કાર અને ભરૂચના નાગોરીવાડ આલી વિસ્તારમાં સગીર બાળા સાથે શારીરિક અડપલા કરવાના ચકચારી બનાવમાં ગતરોજ મોડી સાંજે હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રબુદ્ધ નાગરીકોએ રેલવે સ્ટેશન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક દેખાવો યોજી માસુમ બાળાઓના બળાત્કારીઓને તાત્કાલીક ફાંસી આપવા વ્યાપક સૂત્રોચ્ચાર કર્યો હતો. આ પ્રસંગે સામાજિક અગ્રણી અબુલભાઈ કામઠી, સલીમભાઈ ગોદર, હેમેન્દ્ર કોઠીવાલા, સાહિત્યકાર ભીમરાજભાઈ સહિત અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા.
માસુમ બાળાઓ ઉપર બળાત્કારના વધતા બનાવોમાં ભરૂચમાં દેખાવો

Recent Comments