(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૪
બેંક કૌંભાડમાં સંડોવાયેલા વડોદરાનાં હાઇ પ્રોફાઇલ ઉદ્યોગપતિ અમિત ભટનાગરની આજે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ) દ્વારા ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવતા વડોદરાની ઔદ્યોગિક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
૨૬૫૪ કરોડનાં લોન કૌભાંડ બહાર આવતા વડોદરાનાં ઉદ્યોગપતિ અમિત ભટનાગરનાં ઘરે સીબીઆઇ, ઇડી તથા આઇકર વિભાગે દરોડા પાડયા હતા. ફરાર ઉદ્યોગપતિ અમિત ભટનાગર તેના ભાઇ અને પિતા સુમિત ભટનાગરની સીબીઆઇએ ઉદેપુરથી ધરપકડ કરી હતી. ઇડીએ ભટનાગર બંધુઓની સંપત્તિ જપ્ત કરવાની આજે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વડોદરાનાં સેવાસી ખાતે આવેલ ભવ્ય બંગ્લોઝ, ડાયમંડ પાવરની ઓફિસ, ડાયમંડ પાવર ફેકટરીની મશીનરી અને જમીન કલાલી ખાતે આવેલ બિલ્ડીંગ, ત્રણ માળની હોટલ, શહેર નજીકનાં કરોડિયાની કન્સ્ટ્રકશન સાઇટ અને ભુજ ખાતે આવેલી ત્રણ વાઇન્ડ મીલ અને પવન ચક્કીઓ પણ જપ્ત કરી લીધી છે. અત્યાર સુધી ઇડીએ ભટનાગર બંધુઓની ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
૨૬૫૪ કરોડનાં બેંક લોન કૌભાંડનાં હાલ સીબીઆઇ અને ઇડીની ટીમો તપાસ કરી રહી છે. ભટનાગર મંડળીની ધરપકડ બાદ હવે ઇડીએ પોતાની કાર્યવાહી તેજ કરી છે. ઇડી હજુ પણ અન્ય મિલ્કતો જપ્ત કરે તેમ મનાઇ રહ્યું છે.
ભટનાગરની ૧૧રર કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી

Recent Comments