ભાવનગર, તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ર૦૧૮ની લેવાયેલી પરીક્ષામાં સીસીટીવી કેમેરા અને ટેબલેટના ફુટેજના આધારે તથા બોર્ડના અધિકૃત અધિકારી દ્વારા નિર્ધારિત કરેલ ગેરરીતિ કેસોની જિલ્લાવાર યાદી પ્રસિદ્ધ થઈ છે. જેમાં આજે આવા વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં ૧૩૩ર વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં અવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં ભાવનગરનું સ્થાન મોખરે રહ્યું છે. ભાવનગર કેન્દ્રમાં બોર્ડની સ્કવોર્ડ દ્વારા ઝડપાયેલા ૯ વિદ્યાર્થીઓ તથા સીસીટીવી ફુટેજના આધારે ઝડપાયેલ ૩૭૮ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૮૭ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ગેરરીતિવાળા કેસમાં બીજા ક્રમે પોરબંદરના ૧૭પ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જ્યારે બોટાદ જિલ્લામાં સીસીટીવી ફુટેજના આધારે ર૮ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ (અનામત) રખાયા છે.