(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.ર૪
ભાવનગર નેશનલ હાઈવે પર ધારડી ગામના પાટિયા સામે સિમેન્ટ ભરેલા બંધ ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે. બંધ ટ્રક જીજે ૧ સીએક્સ ૧૩૯૦ પાછળ બસ ધડાકાભેર અથડાઈ હતી. ઉમિયા ટ્રાવેર્લ્સની બસ અમદાવાદ જતી હતી. જેમાં બસના ક્લિનર અને એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને બસની એક સાઈડના ચિંથરા ઉડી ગયા હતા. અકસ્માતમાં ક્લિનર ગંભીરસિંહ ઘેલુભા (ઉ.વ.ર૭) અને ઉનાના દેલવાડા ગામે રહેતા અને હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ ધીરજલાલ ભટ્ટ (ઉ.વ.૩૮)નાં સ્થળ પર જ મોત નીપજ્યા હતા. બસ ચાલક સુભાન કુરેશી સહિત બે બાળકોને ઈજા પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.