(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૨૮
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી નાના ગામડાથી મોટા શહેર સુધી લોકો લાલઘૂમ થઈ ગયા છે અને જબરદસ્ત આક્રોશમાં છે ત્યારે આ જનતાના આક્રોશને સત્તાના મદમાં રહેલી અહંકારી સરકાર સુધી પહોંચાડવા કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. જેમાં ભાવનગર જિલ્લા તથા ભાવનગર ગ્રામ્ય યુથ કોંગ્રેસ પણ પૂરા આક્રોશ સાથે ગત શનિવારના રોજ સિહોર ખાતે ડૉ.આંબેડકર ચોકથી વડલા ચોક સુધી આક્રોશ રેલી કાઢી મોટરકાર દોરડા વડે ખેંચી અને સ્કૂટર ઉપાડી જનતાનો અવાજ આ બેરી ભાજપ સરકાર સુધી પહોંચે એવો વિરોધ કર્યો હતો. આ આક્રોશ રેલી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ લાલભા ગોહિલ), જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજકુમાર મોરી, ગ્રામ્ય યુવા કોંગ્રેસના પ્રમુખ જગદીશ શેલાણા, પૂર્વ યુવા કોંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી રાહુલ આહીર, ભીષ્મ વોરા, સંજયભાઈ પરમાર, દિનેશભાઈ ચૌહાણ, સિહોર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ, નૌશાદભાઈ, સંજય ચૌહાણ, ધમભા કનાડ, રાજુભાઈ, કિરણભાઈ ઘેલડા, ચેતન ત્રિવેદી, અનીલભાઈ બારોટ, યુવરાજ રાવ, ધીરજભાઈ, જયરાજભાઈ મોરી, પાર્થ જોષી, મુકેશભાળ પંડ્યા વગેેરે હાજર રહ્યા હતા.