ભાવનગર, તા.૧૯
ભાવનગર જિલ્લાના સર્વાંગી વિકાસ સમા ભાવનગર-ઘોઘા-દાહેજ રો-રો ફેરી સર્વિસનું ઉદ્‌ઘાટન કરવા તા.રર/૧૦/૧૭, રવિવારના રોજ પધારતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર જિલ્લાની જનતાના શમણાં અને પોતાનું સ્વપ્ન સાકાર કરવા આવી રહેલ છે જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સક્રિય ભૂમિકા રહી છે. આ સર્વાંગી વિકાસને આવકારતા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી, ઉમેશભાઈ મકવાણા તથા જિલ્લા પ્રવક્તા કિશોરભાઈ ભટ્ટ તેમજ જિલ્લા હોદ્દેદારો, ચૂંટાયેલ તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત તમામ આગેવાનો આવકારવા માટે થનગની રહ્યા છે. ભાવેણાના વિકાસ દ્વારા સમી ભાવનગર-ઘોઘા-દાહેજ રો-રો ફેરી સર્વિસથી સુરત-મુંબઈ જવા ભાવનગરનું ઘોઘા સૌરાષ્ટ્રનું દરિયાઈ ટૂંકા માર્ગનું પ્રવેશદ્વાર બનશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ ભાવેણાને ૭ રેલવે માર્ગે જોડવા સાગરમાલા પોર્ટ કનેક્ટિવિટી કોસ્ટલ રેલવે તેમજ ભાવનગર-ધોલેરા-વટામણ-અમદાવાદ-બરોડા-મુંબઈ રેલવે માર્ગે જોડવા ડી.એમ.આઈ.સી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને ભાવેણાની અવિરત માંગ અને લોકલડતને ન્યાય સાથે સામેલ કરેલ જે વેળાવદર ઈકો ઝોન હટી જતા ઝડપી બનશે. આને કારણે બંદરો પરના ઉદ્યોગ, ધંધા, રોજગાર, શિક્ષણ, માલ પરિવહન, ટુરીઝમ, ખેતી સહિતના તમામ ક્ષેત્રોમાં ભાવનગર જિલ્લાને નવું પ્રેરકબળ મળશે.