ભાવનગર, તા.ર૭
ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે તા.૦૧/૦૧/ર૦૧૭ની લાયકાતની તારીખ અંતર્ગત તા.રપ સપ્ટે.ના રોજ ભાવનગર જિલ્લાની મતદારયાદીથી આખરી પ્રસિદ્ધિ કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી વી.વી.પેટ મશીનની વિગતે જાણકારી આપી જરૂરી મોકડ્રિલ કર્યું હતું. જિલ્લાના દરેક પોલિંગ સ્ટેશનમાં વી.વી.પેટ મશીન મુકાશે તેમ પણ ઉમેર્યું હતું અને વધુમાં જરૂરી વિગતો આપી જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા.૦૧/૦૭/ર૦૧૭થી તા.૩૧/૦૭/ર૦૧૭ના કાર્યક્રમ દરમ્યાન ૧૪,૯૧ર/પુરૂષ અને રર,પપ૬/- સ્ત્રી તથા ૪ – અન્ય મતદારોનો વધારો થયેલ છે અને પ૭૪૬/- પુરૂષ ૭૩૪૬/- સ્ત્રીનો ઘટાડો થયેલ છે અને આજની સ્થિતિએ મતદારની વિગતો જોઈએ તો ૯૯/મહુવા વિધાનસભા મત વિસ્તારમાં ૧,૦૮,૯પ૭/- પુરૂષ અને ૯૯,૭૦૭/- સ્ત્રી આમ કુલ ર,૦૮,૬૬૪/- મતદારો, ૧૦૦/- તળાજા વિધાનસભા મત વિસ્તારમાં ૧,૧૬,૯૭૯/- પુરૂષ અને ૧,૦૪,૪ર૭/- સ્ત્રી આમ કુલ રર૧૪૦૬/- મતદારો, ૧૦૧/- ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાં ૧,૦૬,૯૪૦/- પુરૂષ અને ૯૬,૬૦૬/- સ્ત્રી આમ કુલ ર,૦૩,પ૪૬/-મતદારો ૧૦ર/- પાલિતાણા વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૬૯૪૦/- પુરૂષ અને ૯૬૬૦૬/- સ્ત્રી આમ કુલ ર૦૩પ૪૬/- મતદારો, ૧૦ર/- પાલીતાણા વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૦૭૪૬/- પુરૂષ અને ૧,૧૮,૮૩પ/- સ્ત્રી આમ કુલ ર,૪૯,પ૮૧/- મતદારો, ૧૦૩/ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૧,૩પ,૪૩૪/- પુરૂષ અને ૧રર૮ર૧/- સ્ત્રી આમ કુલ ર,પ૮,રપપ/- મતદારો ૧૦૪/ ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧,ર૪,૦૭૮/- પુરૂષ અને ૧,૧૯,૦૧૧/- સ્ત્રી તથા અન્ય ૦૩/- આમ કુલ ર,૪૩,૦૯ર/- મતદારો, ૧૦પ/- ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧,રપ,૬૮૮/- પુરૂષ મતદારો અને ૧,૧પ,પ૯૪/- સ્ત્રી તથા અન્ય ર૬/- આમ કુલ ર,૪૧,૩૦૮/- મતદારો.
આમ જિલ્લામાં કુલ પુરૂષ મતદારો ૮,૪૮,૮રર/- અને કુલ સ્ત્રી મતદારો ૭,૭૭,૦૦૧/- તથા અન્ય મતદારો ર૯/- આ કુલ મતદારો ૧૬,રપ,૮પર/- છે. આ મતદારો અગાઉ ૧૬,૦૧,૪૭ર/- હતા તેમાં ર૪,૩૮૦/- મતદારો ઉમેરાયા છે. જે ટેન્ડર રેશિયો ૯૦૭/- હતો તે આ કાર્યક્રમ બાદ ૯૧પ/- થયેલ છે. ઈ પી.રેશિયો ૬૪.૭૬ ટકા હતો તે એક ટકો વધીને ૬પ.૭૬ ટકા થયો છે.