ભાવનગર, તા.૧૬
વિધાનસભા ચૂંટણી બંદોબસ્ત માટે ભાવનગર આવેલ બી.એસ.એફ. જવાનનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ જવાનના મૃતદેહને તેના વતન મોકલવામાં આવ્યો હતો.
વિધાનસભા ચૂંટણી બંદોબસ્ત માટે ભાવનગર આવેલ બી.એસ.એફ. લેખરામ પ્રેમરામ રામનું આજે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
મૃતક જવાનના મૃતદેહને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલ, નાયબ જિલ્લા ચૂંટપી અધિકારી યોગેશ ઠક્કર, એસ.પી. પી.એલ.માલ, ડી.વાય.એસ.પી. મનીષ ઠક્કર તથા બી.એસ.એફ.ના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ.
બી.એસ.એફ. જવાનના મૃત્યુ અંગે કલેક્ટર હર્ષદ પટેલ તથા બી.એસ.એફ.ના અધિકારીએ માહિતી આપી હતી.
ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ફાયરબ્રિગેડના વાહન દ્વારા જવાનના મૃતદેહને તેન વતન ગંગાનગર, રાજસ્થાન ખાતે મોકલવામાં આવ્યો હતો.