(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૦
ભાવનગર નજીક ડમ્પરની અડફેટે પડી જતાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
મળતી વિગતો મુજબ ભાવનગરના વલભીપુર ખાતે રહેતા ભરવાડ બીજલભાઈ હામાભાઈ ચાવડા (ઉ.વ.૩પ) વલભીપુરથી કોઈ કામ સબબ તેની મોટરસાઈકલ નં. જી.જે. ૪ બી.એમ. ૬૪૮૦ લઈ ભાવનગર આવવા નીકળ્યા હતા ત્યારે સિહોર નજીક ધાંધળી પાસે પૂરઝડપે ધસી આવેલા રેતી ભરેલા ડમ્પર નં. જી.જે.૪ એક્સ ૭પ૮પના ચાલકે અડફેટે લેતા બીજલભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈકચાલક યુવાનના બે કકડા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સિહોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
દાઝી જતા મોત
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે રહેતા રબારી રાજેશભાઈના પત્ની જશીબેન (ઉ.વ.૩૦)નું તેના ઘેર રસોઈ બનાવતાં ગંભીર રીતે દાઝી જતાં અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.