ભાવનગર, તા.પ
આવતીકાલે તા.૬ને રવિવારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષા દેવા જતા માટે તમામ ઉમેદવારોને એસ.ટી. દ્વારા પરીક્ષા સ્થળે વિના મૂલ્યે જવા અને પાછા આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ટિકિટના બુકિંગનો છેલ્લા બે દિવસથી પ્રારંભ થયો છે જ્યારે આજે શનિવારે પણ વહેલી સવારથી રીજર્વેશનની કામગીરી શરૂ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરથી પર૦૬૦ ઉમેદવારો પરીક્ષા આપવા જશે તે જ રીતે બોટાદથી ૧૪૪૦ર ઉમેદવારો પરીક્ષા આપવા જશે ભાવનગરથી ર૮૦ બસ અને ૧૦૩૭ ટીપ જ્યારે બોટાદથી પ૪ બસ અને ર૮૦ ટ્રીપ ભાવનગરથી ૭૦ર ટ્રીપ પરત મૂકવા જશે. જ્યારે બોટાદથી ૧૭૪ ટ્રીપ પરત મુકવા જશે. ભાવનગરથી રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે જવા માટે એસ.ટી. બનો આરંભ કરાશે. તે જ રીતે ભાવનગરથી અમદાવાદ અને અમરેલી ઉમેદવારોને મુકવા જવાની પણ બસની વ્યવસ્થા કરાશે. તાલુકા મથકોએ ડેપો હશે ત્યાં પણ ટિકિટ બુકિંગ કરાવી શકાશે તેમ ભાવનગર એસ.ટી. વિભાગના ડી.સી. એ.કે. પરમારે જણાવ્યું હતું. ભાવનગર ખાતે ત્રણ બારીઓ રીજર્વેશન માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં એક બારી યુવતીઓ અને બે બારી યુવાનો માટે છે. એક બારી ર૪ કલાક ખુલ્લી રહેશે જ્યારે બે બારીઓ વહેલી સવારથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.