ભાવનગર,તા.૧
ભાવનગર અને બોટાદ પંથકમાં સ્વાઈનફ્લુના રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. આજે સોમવારે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક યુવાનનું સ્વાઈનફ્લુના કારણે મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ બોટાદના ત્રણ મહિલા અને વલ્લભીપુરમાં એક મહિલા દર્દીનું સ્વાઈનફ્લુથી મોત થયું હતું. આજે આ મૃત્યુઆંક પાંચને વટાવી ગયો છે. ઉપરાંત ૧૭ જેટલા દર્દીઅલ સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્વાઈનફ્લુનો રોગચાળામાં વધારો થયો છે. આજની સ્થિતિએ ભાવનગરની જુદા જુદા હોસ્પિટલમાં સ્વાનફ્લુ પોઝીટીવ ૧૭ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલ આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈનફ્લુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં આજદની સ્થિતિએ સ્વાઈનફલુના ૧૩ દર્દીઓ પોઝીટીવ છે. આ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે વધુ ૪ દર્દીઓને સ્વાઈનફ્લુના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સેમ્પલો પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. ગત તા.ર૮મી ના રોજ સ્વાઈનફ્લુની અસર દેખાતા સારવારમાં લાવેલા એક મુસ્લિમ યુવાનનું આજરોજ મૃત્યું નિપજ્યું હતું. આ દર્દીને સ્વાઈનફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત ભાવનગર શહેરની બજરંગદાસા બાપા હોસ્પિટલમાં ર અને પુનીત નર્સિંગ હોમમાં બે દર્દીને રિપોર્ટ સ્વાઈનફ્લુનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે જે તમામની સારવાર ચાલી રહી છે.