ભાવનગર, તા.૯
સફેદ કલરનું એક્સેસ સ્કૂટર નં. જી.જે.૦૪ સીકે ૦૭રપ ઘોઘાગેટ બિઝનેશ સેન્ટર પાસે આવેલ સંત પ્રભારામ આશ્રમ પાસે પાર્ક કરેલું હતું અને આ સ્કૂટરની ચોરી મયુર અરૂણભાઈ સોલંકીએ કરી હતી. ભાવનગર જિલ્લાના સહોરાના ઘાંઘળી રોડ પર આવેલ ખોડિયાર પોટ્રીની પાસે રહેતા શિક્ષક અરૂણભાઈ સોલંકીના પુત્ર મયુર (ઉ.વ.૧૯)ની ગઈકાલે ધરપકડ કરી હતી અને સ્કૂટર પણ ટીંબી ગામેથી કબજે કર્યું હતું.
મયુર સિહોરથી ભાવનગર આવ્યો હતો અહીં તેણે તેના મિત્રને એવું કહ્યું કે તેને ઘોઘાગેટ ચોકમાં મોબાઈલ રીપેર કરાવવા જવું છે, તું મને ઘોઘાગેટ ચોકમાં મુકી જા અને તેનો મિત્ર તેને ઘોઘાગેટ ચોકમાં મુકવા આવ્યો અને ચાલ્યો ગયો ત્યારબાદ મયુરે પાર્ક કરેલા સ્કૂટરને ચોર્યું અને આ સ્કૂટરને તે દોરવીને રોયલ કોમ્પલેક્ષ પાસે લઈ ગયો અને ત્યાં તેની ડુપ્લીકેટ ચાવી બનાવી અને ત્યારથી સ્કૂટરની સર્વિસ કરાવી સ્કૂટરમાં લગાવેલ કેટલાક સ્ટીકર સહિતની ચીજવસ્તુઓ કાઢી નાખી કોઈને ખ્યાલ ન આવે તે રીતે સ્કૂટરને નવા રંગરૂપ આપી આ સ્કૂટરને ઉમરાળાના ટીંબી ગામે રહેતી તેની ગર્લફ્રેન્ડને આપી આવ્યો અને તેની ગર્લફ્રેન્ડને એવું કહ્યું કે આ સ્કૂટર હું ખરીદીને લાવ્યો છું અને તને ગીફ્ટ આપું છું.
ભાવનગરમાં શિક્ષકના પુત્રએ ઘોઘાગેટ ચોકમાંથી સ્કૂટર ચોર્યું

Recent Comments