ભાવનગર,તા.૧પ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીથલપુર ગામે રહેતા એક સમાજના લોકો આદપુર ગામે જૈન સમાજ આયોજીત મેળામાં જવા માટે પીથલપુર ગામે રહેતા અશોકભાઈ ગોરધનભાઈ ચાવડાના મીનીટ્રકમાં બેસી જવા નીકળ્યા હતા. પાલીતાણા નજીકના રાણપરડા ગામ (ખારા) પાસેથી પસાર થતાં હતા. તે વેળાએ મીનીટ્રક ચાલક કોઈ કારણોસર સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રકમાં બેઠેલા નાના-મોટા ૧૮ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમાં ખુશીબેન જયસુખભાઈ સોલંકી (ઉ.વ.૧૦) નામની બાળાને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું.